Balvatika Shikshak Talim Babat No Paripatra 17-05-2023

Balvatika Shikshak Talim Babat No Paripatra:  બાલવાટિકા શિક્ષક તાલીમ બાબતે સંદર્ભ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ-ઠરાવ ક્રમાંક: જશભ/1221/503/ન સચિવાલય,ગાંધીનગર, તા. 28/04/2023 2.

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

તા. 16/05/2023ની શાખા નોંધ પર માન. નિયામકશ્રીની મળેલ મંજુરી અન્વયે

Balvatika Shikshak Talim Babat No Paripatra 17-05-2023

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે આપને જણાવવાનું કે આગામી શૈક્ષણિક વર્ષથી શાળામાં બાલવાટિકા વર્ગ શરૂ કરવાની તૈયારીના ભાગરૂપે નીચે દર્શાવેલ સમયે અને સ્થળે નીચેના સમયે અને સ્થળે બાલવાટિકા શિક્ષક તાલીમનું આયોજન થયેલ છે.

સદર તાલીમમાં R.P.(રિસોર્સ પર્સન) તરીકે આપના જિલ્લામાંથી ૩ (ત્રણ) તજજ્ઞોના નામ મોકલી આપવાના રહેશે, જેમાં ડાયટ લેકચરર-1 તેમજ બી.આર.સી.,સી.આર.સી.,બી.આર.પી.-નિપુણ પૈકીમાંથી 2 સભ્યોની પસંદગી કરી શકાશે. NEP 2020 મુજબ બાલવાટિકાની ભૂમિકા અત્યંત મહત્વની હોઇ દરેક જિલ્લામાંથી પસંદગી પામેલ R.P. સભ્યો બિનચૂક ઉપસ્થિત રહે તે માટે જરૂરી આદેશો આપની કક્ષાએથી કરવા આથી જણાવવામાં આવે છે.

RP તાલીમ પૂર્ણ થયા બાદ દરેક જિલ્લાએ શિક્ષક તાલીમનું આયોજન કરવાનું રહેશે. શિક્ષક તાલીમ માટે દરેક શાળામાંથી બાલવાટિકાની કામગીરી સંભાળતા શિક્ષકને તાલીમ માટે આમંત્રિત કરવાના થાય છે,જેને ધ્યાને લઇ દરેક જિલ્લાએ પોતાના જિલ્લાના બાલવાટિકાના શિક્ષકોની સંખ્યા ધ્યાને રાખી 40 ની સંખ્યા મુજબ જરૂરી વર્ગોનું આયોજન કરી M.T.(માસ્ટર ટ્રેનર્સ)તૈયાર કરવાના થશે અને આ M.T.ના માધ્યમથી શિક્ષક તાલીમનું આયોજન કરવાનું રહેશે.

See also  Std 3 to 8 Tas Falvani and Vishay karyabhar Babat Paripatra

M.T.તાલીમ તા.5 જૂન, 2023થી તા.10 જૂન, 2023 દરમિયાન પૂર્ણ કરવાની રહેશે. તાલીમ દરમિયાન સુચારૂ સંચાલન માટે જિલ્લાકક્ષાએ મોનિટરીંગ હાથ ધરવાનું રહેશે. તમામ ડાયટે M.T. તાલીમનો આનુસાંગિક ખર્ચ EDN-12-એપેન્ડિક્સ- 1 સદરે કરવાનો રહેશે.

વધુમાં, જિલ્લાકક્ષાએ બાલવાટિકા શિક્ષક તાલીમ તા. 19 જૂન, 2023 થી તા. 30 જૂન, 2023ના સમયગાળા દરમિયાન પૂર્ણ કરવાની રહેશે. આ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે, જે ધ્યાને લેવું.


બાલવાટિકા શિક્ષક તાલીમ બાબતે 17-05-2023

બદલી કેમ્પ ટાઈમટેબલ પરિપત્ર pdf

શિક્ષક બદલી નવા નિયમો PDF


\"\" \"\"