વિષય: શાળા કક્ષાએ હેલ્થ ક્લબની રચના કરવા બાબત
શ્રીમાન,
ઉપર્યુક્ત વિષય પરત્વેના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૦/૦૫/૨૦૨૩ ના પત્ર ક્રમાંક-PRC/10/2023/SFS- 44/Z અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા, ન્યુ દિલ્હીનો તા.૨૨/૦૪/૨૦૨૩ ના પત્રની નકલ બિડાણસહ આ સાથે સામેલ છે.
શાળાએ જતા વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે શુદ્ધ. સમતોલ, સલામત અને પૌષ્ટિક આહાર આવશ્યક છે. જે અન્વયે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા, ન્યુ દિલ્હી દ્વારા રાજ્યની પ્રત્યેક શાળાઓમાં ‘હેલ્થ ક્લબ’ની રચના કરવા અંગે ગાઈડલાઈન તૈયાર કરેલ છે. જે આ સાથે સામેલ છે. ગાઈડલાઈન્સમાં દર્શાવ્યા મુજબ હેલ્થ ક્લબનો મુખ્ય હેતુ બાળકોને શુદ્ધ-પોષ્ટિક આહારનું મહ્ત્વ સમજાવવું. પારંપરિક અને સ્થાનિક ખાદ્ય પદાર્થોના મહત્વ વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવવી, શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ સમજાવવું વગેરે છે.
આથી હેલ્થ ક્લબ અંગેની ગાઈડલાઈન્સમાં દર્શાવ્યા મુજબ રાજ્યની શાળાઓમાં ‘હેલ્થ કલ્બ’ની રચના કરવા જરૂરી કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.