Meri Maati Mera Desh Certificate: મેરી મિટ્ટી મેરા દેશ સર્ટી. ડાઉનલોડ કરો: આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ચાલી રહિ છે. જેમા ગયા વર્ષે આપણે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર પર સ્વતંત્રતા દિવસ પર રાષ્ટૃધ્વજ ફરકાવ્યો હતો અને તેમજ સોશીયલ મીડીયા મા DP મા તીરંગા વાળી ઈમેજ રાખી હતી. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ આપવામા આવ્યો છે.
Contents
Table of Contents
Meri Maati Mera Desh Certificate
આપણે મળેલી સ્વતંત્રતા માટે આપણે તે શહિદોના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજને ગુમાવી દિધી.
આઝાદી માટે શહિદી વહોરનાર શહિદો એ રાષ્ટ્રહિત માટે પોતાનુ સર્વસ્વ બલીદાન આપ્યુ.
આપણી માતૃભુમિ એ ધન્ય ભુમિ છે જેણે ઘણા બહાદુર, વિરો ને જન્મ આપ્યો.
આ ભુમિ મા જન્મ લીધો હોવાના કારણે આપણે પણ આ ભુમિ સાથે અને અહિની ભુમિ અને લોકોમા રહેલી દેશભક્તિની ભાવના સાથે જોડાયેલા છીએ.
માતૃભૂમિની માટી આપણને સૌ ને એકસાતેહ જોડાયેલા રાખે છે.
આ ઓગષ્ટમા ભારતિયો માતૃભૂમિને સમર્પિત “મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ” કાર્યક્રમ અને મહોત્સવો દ્વારા માતૃભૂમિને શ્રધ્ધાંંજલી આપશે.
દરેક બ્લોકના એક એવા 7500 યુવા પ્રતિનિધીઓ સાથે દિલ્હી કર્તવ્ય પથ પર મહોત્સવ
1). પંચપ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી વિગત-1
દરેક કાર્યક્રમ દરમ્યાન લોકો પંચપ્રાણ પ્રતિજ્ઞા લેશે
પંચ પ્રાણ વિચાર અને આ વર્ષના મુખ્ય થીમ મિટ્ટી કો નમન વીરો કા વંદનને સાકાર કરવા માટે આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા માટીનો દીવો પકડીને લઈ શકાય છે. તકતીની આજુબાજુ દીવા પ્રગટાવીને
મૂકી શકાય છે.
સહભાગીઓને પોતાની સેલ્ફી અભિયાનની વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું કહેવામા આવશે. સામાજિક કાર્યોમાં સહભાગિતા માટેનું ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે.
આ મહોત્સવના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર મૂકવાના રહેશે.