Shikshan Sahay Yojana Gujarat | શિક્ષણ સહાય યોજના 2023 | Multi Purpose Teacher: બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ શ્રમયોગી શિક્ષણ સહાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
આ લેખ માં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.
Contents
Shikshan Sahay Yojana Gujarat
યોજના નું નામ |
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના | Multi Purpose Teacher |
વિભાગ |
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત |
લાભાર્થી |
ગુજરાત ના બાંધકામ શ્રમિકો ના બાળકો |
મળવાપાત્ર સહાય |
રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય |
સતાવાર વેબસાઇટ |
|
હેલ્પલાઈન નંબર |
079-25502271 |
શિક્ષણ સહાય યોજના 2023
99.99% લોકોને આ યોજના વિશે જાણ નહીં હોય પરંતુ ધોરણ ૧ થી સ્નાતક સુધીના અભ્યાસ માટે રાજ્ય સરકારની શિક્ષણ સહાય યોજના અમલમાં છે જેમાં નીચે પ્રમાણેની સહાય મળવા પાત્ર છે.
- ધોરણ ૧ થી ૫ = ૧૮૦૦ રૂપિયા
- ધોરણ ૬ થી ૮ = ૨૪૦૦ રૂપિયા
- ધોરણ ૯ થી ૧૦ = ૮૦૦૦ રૂપિયા
- ધોરણ: ૧૧, ૧૨ = ૧૦,૦૦૦ રૂપિયા
- ધોરણ ૧૨ પછી = ૨૨,૦૦૦ રૂપિયા
સ્નાતક પછી = ૩૭,૦૦૦ રૂપિયા થી લઈ ૬૭,૦૦૦ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ના નિયમો
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- જો બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે. તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
- બાંધકામ શ્રમયોગીના બાળકો ની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
- જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં.
- જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
- અરજદાર હોય ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ શકે છે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Shramyogi Shikshan Sahay Yojana Benefits
- બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ના અભ્યાસ માટે 30,000 સુધી ની સહાય આપવામાં આવશે.
ઉપર ની માહિતી વેબસાઇટ માંથી લેવામાં આવી છે.
શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Shikshan Sahay Yojana
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
- વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
- શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
- જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે
બોનાફાઇડ સર્ટિફિકલ્ટ નો નમુનો ડાઉનલોડ કરો
સોગંદનામુ અને સંમતિપત્રક ડાઉનલોડ કરો
શિક્ષણ સહાય યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરો
યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Yojana Gujarat
અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.
સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ મળશે.
રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછશે તે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લૉગઇન કરવાનું રહેશે.
પછી તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
પછી તમારે Personal Details ભરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું રહેશે. અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
તમારે Scheme Details ભરવાની રહેશે જેમાં અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે.
તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
નોંધ : ડોક્યુમેંટ્સ ની જેરોક્ષ માં તમારી સાઇન કરી સ્વપ્રમાણિત કરી ને ઉપલોડ કરવાના રહેશે. અને તેની સાઈજ 1 MB ની અંદર હોવી જોઈએ.
ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા બાદ તમારે નિયમો વાંચી ને હું ઉપર ની બધી શરતો થી સહમત છું. સિલેકટ કરવાનું રહેશે અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને રાખવા તેની મદદ થી તમે તમારી અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો.
Important Links
સતાવર વેબસાઇટ |
|
અરજી ફોર્મ |
|
Helpline number |
079-25502271 |