Gujarat Khel Sahayak Recruitment 2023 રાજયમા પ્રાથમિક શાળાઓમા શિક્ષકોની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જેને લીધે શિક્ષણમા પણ વિપરીત અસરો થ ઈ રહિ છે. અગાઉ પ્રાથમિક શાળાઓમા શિક્ષકોની ઘટ પુરી કરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામા આવતી હતી. પરંતુ હવેથી પ્રાથમિક શાળાઓમા ઘટતા શિક્ષકોની ઘટ પુરી કરવા માટે ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામા આવશે તેવા ન્યુઝ મળી રહ્યા છે.
Contents
Gujarat Khel Sahayak Recruitment 2023
હાલ પ્રાથમિક શાળાઓમા મોટાપાયે શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેલી છે. જે પુરી કરવા માટે આગામી સમયમા 26500 જેટલા ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામા આવશે તેવુ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ હતુ.
આ સાથે જ શાળાઓમા વિદ્યાર્થીઓને રમતગમત તથા શારીરિક શિક્ષણ મળી રહે તે માટે 5075 જેટલા ખેલસહાયક શિક્ષકોની પણ.ભરતી કરવામા આવનાર છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ શાળાઓમા પ્રવાસી શિક્ષકોની તદન હંગામી ધોરણે તાસદિઠ માનદવેતનથી ભરતી કરવામા આવતી હતી. હવે જોવાનુ એ છે કે આ ખેલ સહાયક શિક્ષકોની ભરતી કઈ રીતે કરવામા આવશે ? કાયમી ધોરણે કે પછી કોન્ટ્રાકટ બેઝ પર. તેનાથી પીટીસી/બી.એડ. કરેલા અને TET પાસ ઉમેદવારોને રોજગારી મળી રહેશે.
જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના
૨ાજય સ૨કા૨ દ્વારા પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિર્યામત ભ૨તી પધ્ધતિથી ભ૨વામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુ થી જ્ઞાન સહાયક શિક્ષકોની ક૨ા૨ આધારિત નિમણૂંક ક૨વાનો નિર્ણય કરેલ છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માર્નાશક વિકાન્સ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા ૨મત-ગમતમાં ૨૪ રૂચિ વધે તેમજ વિષ્યમાં યોજાના૨ ૨ાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર ર્સાિઓ હાંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને ૨મત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.
આ બંને યોજનાઓની મહત્વની બાબતો નીચે મુજબ છે.
ખેલ સહાયક ભરતી
• ૨ાજ્યની સરકારી અને અનુર્દાનત પ્રાર્થમક, માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન ૨સ્કુલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ ક૨ા૨ આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.
આ માટે પ્રાર્થમક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે ૧૧૫00 જ્ઞાન સહાયકની ક૨ા૨ આધારિત નિમણૂંક ક૨વામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રામિક વિભાગના જ્ઞાન સહાયકને રૂ. ૨૧,૦૦૦/- માર્ધામક વિભાગ માટે ૨૪,૦૦૦/ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે પિયા ૨૬,000/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
• જ્ઞાન સહાયક તરીકે ક૨ા૨ આધારિત નિમણૂંક મેળવવા પ્રામિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમક વિભાગ માટે TAT (માધ્યમક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પ૨ીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે.
• અ૨જી ક૨ના૨ અ૨જદા૨ોએ સમગ્ર શિક્ષા કચે૨ી, ગાંધીનગ૨ દ્વારા ર્પાસ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં/શાળાઓમાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) ક૨વાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ જ્ઞાન સહાયકની યાદી તૈયા૨ ક૨ી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.
Gujarat Khel Sahayak Notification 2023
Khel Sahayak online apply
Khel Sahayak exam Gujarat information
How to Apply Gujarat Khel Sahayak Recruitment 2023
Khel Sahayak exam detail
Khel Sahayak Syllabus 2023
Gujarat Khel Sahayak Recruitment 2023 Eligibility Criteria
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ શૈક્ષણિક લાયકાત અને અન્ય જોગવાઇ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ “ખેલ અભિરૂચિ કસોટી (ST)” માં ઉપસ્થિત થઇ શકશે. સદર પરીક્ષામા ઉપસ્થિત થવા માટે મૂળ ઠરાવમાં નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે.
- માન્ય યુનિવર્સીટીનાં કોઈ પણ વિદ્યાશાખાનાં સ્નાતક અને C.P.Ed. /D.P.Ed. / B.P.Ed.
અથવા - B.A. in Yoga
અથવા - B.Sc. in Yoga
અથવા - B.P.E.
Age Limit
- પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ વય મર્યાદા ૩૫ વર્ષ કે ૩૫ વર્ષથી ઓછી છે.
- શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
- રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે.
- તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી.
- આ અંગે સંબંધિત કચેરીની ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.
નોંધ:
આ પરીક્ષાની પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
Gujarat Khel Sahayak 2023 Application Fee
SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. > કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.
ફી ભરવાની પધ્ધતિ:
ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Application/Pay Fees” ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “Net Banking of fee” અથવા “Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ (gseb21@gmail.com) થી સંપર્ક કરવાનો રહેશે
Gujarat Khel Sahayak 2023 Exam Pattern
A. કસોટીનું માળખું:
ખેલ અભિરૂચિ કસોટી બહુવિકલ્પ (Multiple Choice Question Based – MCQs) સ્વરૂપની હશે. દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. દરેક પ્રશ્નનાં ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
– આ કસોટીનાં મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે નહિ.
> વિવિધ હેતુલક્ષી કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય ૯૦ મિનીટનો રહેશે.
– તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરીજીયાત રહેશે.
– તમામ વિભાગોનુ એક જ પેપર રહેશે.
નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
B. કસોટીનો અભ્યાસક્રમ:
રમત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો : (૭૦ પ્રશ્નો) (૭૦ ગુણ)
> શારીરિક અને માનસિક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શારીરિક શિક્ષણ અને રમત ગમત, તે રમતો અંગેનાં
નિયમોની જાણકારી, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓને લગતા પ્રશ્નો. બાળવિકાસ અને શિક્ષણનાં સિદ્ધાંતો (Child Development & Pedagogy) : (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
> બાળવિકાસ અને શિક્ષણનાં સિદ્ધાંતોનો વિભાગ, અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્ન, મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રકિયાનુ મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાની શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજ્જતા કેવી છે, તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી અંગેના પ્રશ્નો કસોટીમાં પૂછવામાં આવશે.
સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી : (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી તેમજ Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
આ પરીક્ષાનું કઠિનતા સ્નાતક કક્ષાનું રહેશે.
# આ કસોટીનો ઉપરોક્ત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક મંડળ ધોરણ ૬ થી ૧૨ નાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ નાં પાઠ્યપુસ્તકો, અને યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનાં વ્યાવસાયિક લાયકાતનાં અભ્યાસક્રમ આધારિત રહેશે.
# આ કસોટીમાં ઓછામાં ઓછા ૫૦% (૫૦ ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
પરીક્ષા કેન્દ્ર:
પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
પ્રશ્નપત્રના માધ્યમ:
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)
→ ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.
ઉમેદવાર કોઇ એક જ માધ્યમમાં પરીક્ષા આપી શકશે.
અગત્યની સૂચનાઓ:
→ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે. > પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહે છે.
જ્ઞાન સહાયક ભરતી તમામ ઠરાવ એક PDF | અહિંં ક્લીક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિં ક્લીક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિં ક્લીક કરો |