Iscon Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત, પ્રજ્ઞેશ પટેલ ના પુત્ર તથ્ય પટેલ દ્વારા દુર્ઘટનામાં 9 લોકોના થયા મૃત્યુ, 15 લોકો ઇજાગ્રસ્ત. અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર મોડી રાતે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઇસ્કોન મંદિર ફલાય ઓવર પર ગુરુવારે રાત્રે 1 વાગ્યે 180 કિ.મી.ની ઝડપે આવતી જેગુઆર કાર એક ટોળા પર ફળી વળતા 9 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 15 લોકો ગંભીર હાલતમાં છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા. જેમાં જેગુઆર કાર ચાલકનો પણ સમાવેશ થાય છે.
Contents
ઇસ્કોન બ્રિજ : અકસ્માત બાદ, જેગુઆર દુર્ઘટના
View this post on Instagram
આ ઘટના અંગે મળેલ પ્રાપ્ત માહિતી અનુસાર ઇસ્કોન બ્રિજ પર મોડી રાતે મહેન્દ્રા થાર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું. દરમ્યાન બ્રિજ પર પૂરપાટ વેગે આવતી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળી. જ્યાં સ્થળ પર હાજર કેટલાક લોકોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું. જ્યારે 15 થી 20 લોકોને ગંભીર રીતે ઇજા પંહોચી હતી. તમામને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023
Deeply anguished and shattered to learn about the tragic road accident in Ahmedabad, last night.
My prayers with the families who have lost their loved ones in the accident also police and government is taking all the necessary steps towards the betterment of those injured.
Two…
— Harsh Sanghavi (@sanghaviharsh) July 20, 2023
જેગુઆર અકસ્માત : ઇજાગ્રસ્તો અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડાયા
સોલા સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મોડી રાતે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો અને મૃતદેહોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ઇજાગ્રસ્તોની સારવાર હેઠળ છે જ્યારે મૃત્યુ પામનાર 9 લોકોની પોસ્ટમાર્ટમ પ્રક્રિયા ચાલી રહી છે. હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની ઉંમર અંદાજે 18 થી 40 વર્ષની હોવાનુ અનુમાન છે. જ્યારે અકસ્માત સર્જનાર જેગુઆર ચાલકને સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
9 લોકોના કરૂણ મૃત્યુ
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Flash: (Disturbing Visuals)
Visuals of the #caraccident on Iskcon Bridge, #Ahmedabad. Reportedly, 9 people including a police officer have died.
Injured people are taken to hospital. pic.twitter.com/C3qZBIJTBA
— Yuvraj Singh Mann (@yuvnique) July 20, 2023
મૃતકોના નામ
- નિરવ – ચાંદલોડિયા
- અક્ષય ચાવડા – બોટાદ
- રોનક વિહલપરા – બોટાદ
- ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
- કૃણાલ કોડિયા – બોટાદ
- અમન કચ્છી -સુરેન્દ્રનગર
- અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગ
- નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય (હોમગાર્ડ)
Iskcon Bridge Accident : ભણવા આવેલા વિદ્યાર્થીઓને મળ્યું કરુણ મોત…#Ahmedabad #Accident #roadaccident #Gujarat #zee24kalak #isckonbridgeaccidnet #death pic.twitter.com/JISaU9m7NF
— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023
Flash:
Visuals of the Jaguar driver beaten by people at an accident site. Nine persons were killed and 13 injured in a horrifying #caraccident on Iskcon Bridge, #Ahmedabad. #Gujarat pic.twitter.com/wsmkknvchc
— Yuvraj Singh Mann (@yuvnique) July 20, 2023
અકસ્માત : જેગુઆર કારમાં બે યુવક અને એક યુવતી હતા હાજર
જેગુઆર કારે સર્જેલ અકસ્માતમાં ડ્રાઈવરની ઓળખ કરવામાં આવી છે. આ નબીરાનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત દરમ્યાન જેગુઆર કારમાં બે યુવક અને એક યુવતી હતા જેમને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે અકસ્માત બાદ યુવતી ગાયબ થઈ ગઈ હતી.
મીડિયા અહેવાલ મુજબ તથ્ય પટેલ ગોતાના રહેવાસી છે. તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ બિલ્ડર છે. તથ્યના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની સામે 2020માં રાજકોટની યુવતી પર ગેંગરેપનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તે આરોપી છે.
Flash: (Disturbing Visuals) #CarAccident on Iskcon Bridge, #Ahmedabad #Gujarat pic.twitter.com/dhgyjWhx6c
— Yuvraj Singh Mann (@yuvnique) July 19, 2023
પોલીસ પોતે બની ફરિયાદી
ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ગંભીર અકસ્માતની માહિતી સામે આવતા ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઈ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પંહોચી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ટ્રાફિક પી આઇ વી બી દેસાઈ પીઆઈ પોતે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ IPC 304 ,279. 337 338 mv act 177, 184 કલમ હેઠળ ગુનો નોંધાયો. આ સિવાય જેગુઆર દુર્ઘટનામાં સા અપરાધ માનવ વધ 304 હેઠળ તેમજ 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
#UPDATE | 12 people were brought to the hospital out of which 9 were dead. The injured are being treated in the hospital: Kripa Patel, Medical Officer, Sola Civil Hospital https://t.co/gQI8uJFcjZ
— ANI (@ANI) July 20, 2023
બંને અકસ્માત વચ્ચે 20 મીટરનું અંતર
ગુરુવારે રાતે ઇસ્કોન બ્રિજ પર થયેલ ગંભીર અકસ્માત બાદ ગઇ કાલ રાતથી સવાર સુધી બ્રિજ બંધ રાખવામાં આવ્યો. અક્સ્માત ની જગ્યા પર મૂકવામાં આવ્યા છે. તેમજ મહેન્દ્રા થાર અને ડમ્પર અકસ્માત અને જેગુઆર કાર અકસ્માત બંને વચ્ચે 20 મીટરનું આંતર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની એક્સિડન્ટ રિસર્ચ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે અલગ અલગ માર્ક પણ મુકવામાં આવ્યા છે.