ઇસ્કોન બ્રિજ અકસ્માત, પ્રજ્ઞેશ પટેલ ના પુત્ર તથ્ય પટેલ દ્વારા દુર્ઘટનામાં 9 લોકોના થયા મૃત્યુ, 15 લોકો ઇજાગ્રસ્ત

Iscon Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત, પ્રજ્ઞેશ પટેલ ના પુત્ર તથ્ય પટેલ દ્વારા દુર્ઘટનામાં 9 લોકોના થયા મૃત્યુ, 15 લોકો ઇજાગ્રસ્ત. અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર મોડી રાતે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઇસ્કોન મંદિર ફલાય ઓવર પર ગુરુવારે રાત્રે 1 વાગ્યે 180 કિ.મી.ની ઝડપે આવતી જેગુઆર કાર એક ટોળા પર ફળી વળતા 9 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 15 લોકો ગંભીર હાલતમાં છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા. જેમાં જેગુઆર કાર ચાલકનો પણ સમાવેશ થાય છે.

Contents

ઇસ્કોન બ્રિજ : અકસ્માત બાદ, જેગુઆર દુર્ઘટના

 

Follow on Facebook Join Now
Follow on Instagram Join Now
View this post on Instagram

 

A post shared by ગુજ્જુ જલવા ™ (1.3M) (@gujju_jalwa)

આ ઘટના અંગે મળેલ પ્રાપ્ત માહિતી અનુસાર ઇસ્કોન બ્રિજ પર મોડી રાતે મહેન્દ્રા થાર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું. દરમ્યાન બ્રિજ પર પૂરપાટ વેગે આવતી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળી. જ્યાં સ્થળ પર હાજર કેટલાક લોકોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું. જ્યારે 15 થી 20 લોકોને ગંભીર રીતે ઇજા પંહોચી હતી. તમામને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

જેગુઆર અકસ્માત : ઇજાગ્રસ્તો અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડાયા

સોલા સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મોડી રાતે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો અને મૃતદેહોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ઇજાગ્રસ્તોની સારવાર હેઠળ છે જ્યારે મૃત્યુ પામનાર 9 લોકોની પોસ્ટમાર્ટમ પ્રક્રિયા ચાલી રહી છે. હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની ઉંમર અંદાજે 18 થી 40 વર્ષની હોવાનુ અનુમાન છે. જ્યારે અકસ્માત સર્જનાર જેગુઆર ચાલકને સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

9 લોકોના કરૂણ મૃત્યુ

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મૃતકોના નામ

  • નિરવ – ચાંદલોડિયા
  • અક્ષય ચાવડા – બોટાદ
  • રોનક વિહલપરા – બોટાદ
  • ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
  • કૃણાલ કોડિયા – બોટાદ
  • અમન કચ્છી -સુરેન્દ્રનગર
  • અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગ
  • નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય (હોમગાર્ડ)

અકસ્માત : જેગુઆર કારમાં બે યુવક અને એક યુવતી હતા હાજર 

જેગુઆર કારે સર્જેલ અકસ્માતમાં ડ્રાઈવરની ઓળખ કરવામાં આવી છે. આ નબીરાનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત દરમ્યાન જેગુઆર કારમાં બે યુવક અને એક યુવતી હતા જેમને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે અકસ્માત બાદ યુવતી ગાયબ થઈ ગઈ હતી. 

See also  World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023 નુ ટાઇમ ટેબલ થયુ જાહેર

મીડિયા અહેવાલ મુજબ તથ્ય પટેલ ગોતાના રહેવાસી છે. તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ બિલ્ડર છે. તથ્યના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની સામે 2020માં રાજકોટની યુવતી પર ગેંગરેપનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તે આરોપી છે.

પોલીસ પોતે બની ફરિયાદી

ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ગંભીર અકસ્માતની માહિતી સામે આવતા ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઈ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પંહોચી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ટ્રાફિક પી આઇ વી બી દેસાઈ પીઆઈ પોતે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ  IPC 304  ,279. 337 338 mv act 177, 184 કલમ હેઠળ ગુનો નોંધાયો. આ સિવાય જેગુઆર દુર્ઘટનામાં સા અપરાધ માનવ વધ 304 હેઠળ તેમજ 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બંને અકસ્માત વચ્ચે 20 મીટરનું અંતર 

ગુરુવારે રાતે ઇસ્કોન બ્રિજ પર થયેલ ગંભીર અકસ્માત બાદ ગઇ કાલ રાતથી સવાર સુધી બ્રિજ બંધ રાખવામાં આવ્યો. અક્સ્માત ની જગ્યા પર મૂકવામાં આવ્યા છે. તેમજ મહેન્દ્રા થાર અને ડમ્પર અકસ્માત અને જેગુઆર કાર અકસ્માત બંને વચ્ચે 20 મીટરનું આંતર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની એક્સિડન્ટ રિસર્ચ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે અલગ અલગ માર્ક પણ મુકવામાં આવ્યા છે.