Rajkot New Airport: રાજકોટના નવા હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ નો અંદરનો નજારો, વિદેશને પણ ટક્કર મારે તેવુ એરપોર્ટ ગુજરાતમા

Rajkot New Airport: રાજકોટ નવુ એરપોર્ટ: રાજકોટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મા બનેલા નવા એરપોર્ટ હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ નુ ઉદઘાટન કરનાર છે. દેશમા કુલ 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ આવેલા છે. રાજકોટમા 12મુ ગ્રીનફીલ્ડ એરપોર્ટ બન્યુ છે. રાજકોટમા આવેલુ આ એરપોર્ટ વિદેશના એરપોર્ટને પન ટક્કર મારે તેવુ છે. ચાલો જોઇએ આ રાજકોટ ના આ નવા એરપોર્ટની ખાસીયતો.

Rajkot New Airport

Rajkot New Airport: રાજકોટ નવુ એરપોર્ટ: રાજકોટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ

Follow on Facebook
Join Now
Follow on Instagram Join Now

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવું એરપોર્ટ કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય. જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થયેલુ હોય., કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ કરીને બનાવવામા આવ્યુ ન હોય. સામાન્ય રીતે શહેરની બહાર કોઇ જગ્યાએ આવેલી ખેતીની કે અન્ય જમીન પર સાવ નવેસરથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આવા પ્રોજેક્ટ માટે એવી જમીન સંપાદિત કરવામાં આવે છે કે જેનું માળખું એકદમ નવુ હોય છે,

Rajkot New Airport: રાજકોટ નવુ એરપોર્ટ: રાજકોટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ

જેનો ફાયદો એ છે કે આ જમીન પર કોઈ જૂનું બાંધકામ કે રોડ આવેલા ન હોવાથી નવા પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે કોઇ મર્યાદા નડતી નથી, આવી જમીન પર તરત જ નવુ નિર્માણકાર્ય શરૂ કરી શકાય છે અને ખાલી જમીનના ઉપયોગ થકી નવુ માળખુ તરત તૈયાર થાય છે. ઉપરાંત આવી જમીન પર મોટો પ્રોજેક્ટ ઉભો થવાથી શહેરના બહારના અવિકસિત વિસ્તારમાં માળખાગત સુવિધાઓના નિર્માણ સાથે નવા ધંધા રોજગારની તકો ઉભી થાય છે.

See also  MICRON ટેક્નોલોજી સાથે GUJARAT સરકારના મહત્વના MoU, સાણંદમાં 22,516 કરોડનો પ્લાન્ટ સ્થાપશે

Rajkot New Airport: રાજકોટ નવુ એરપોર્ટ: રાજકોટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ

રાજકોટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ

દેશમાં વધતા જતાં હવાઇ સફર લીધે હાલના એરપોર્ટસ પર ટ્રાફિક વધુ ગીચ ન બને અને વિમાનોનું મેનેજમેંટ સારી રીતે કરી શકાય તે માટે નવા સુવિધાયુક્ત એરપોર્ટ બનાવવાની જરૂરિયાત સમજીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગ્રીનફિલ્ડ એરપોર્ટસ બનાવવા માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટસ પોલિસી-૨૦૦૮ અમલમાં મુકવામાં આવી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા, પ્રક્રિયાઓ અને સ્ટેપ્સ નિર્ધારિત કરવામાં આવ્યાં છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટસ પોલીસી હેઠળ પ્રોજેક્ટના પ્રસ્તાવક, એરપોર્ટ ડેવલપર અથવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવા ઈચ્છતા સંબંધિત રાજ્ય સરકારે ‘સાઇટ ક્લિયરન્સ’ અને ‘સૈદ્ધાંતિક’ મંજૂરી-એમ બે તબક્કાની મંજૂરી પ્રક્રિયા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દરખાસ્ત મોકલવાની હોય છે.

રાજકોટ નવુ એરપોર્ટ

ગ્રીનફિલ્ડ એરપોર્ટસ પોલીસી હેઠળ, ભારત સરકારે ગુજરાતમાં ધોલેરા અને હિરાસર સહિત અન્ય રાજ્યોમાં કૂલ ૨૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી છે. આમાંના ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હાલ બની ગયા છે અને કાર્યરત પણ થઇ ગયા છે. જેમાં દુર્ગાપુર, શિરડી, કન્નુર, પાક્યોંગ, કલબુર્ગી, ઓરવાકલ (કુર્નૂલ), સિંધુદુર્ગ, કુશીનગર, ઇટાનગર, મોપા અને શિવમોગા એરપોર્ટ મા હાલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ નો સમાવેશ થાય છે. હિરાસર એરપોર્ટ દેશનું ૧૨મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનનાર છે. આ ૨૧ એરપોર્ટ ઉપરાંત રાજસ્થાનમાં અલવર, મધ્ય પ્રદેશમાં સિંગરૌલી અને હિમાચલ પ્રદેશમાં મંડી ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કાની ‘સાઇટ ક્લિયરન્સ’ મંજૂરી આપવામાં આવી છે.