Junagadh Rain | જુનાગઢ વરસાદ: જુનાગઢ વરસાદ: જુનાગઢ મા જળબંબાકાર, 3 કલાક મા 16 ઇંચ વરસાદ, junagadh rain, updates, live updates, news live, જુનાગઢ મા આજે જળબંબાકાર વરસાદ પડતા માત્ર 3 ક્લાકમા 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જયા જુઓ ત્યા વરસાદે સર્જેલી તારાજી જ જોવા મળે છે. સોશીયલ મીડીયામા જુનાગઢ ના વરસાદની તારાજીના ફોટો અને વિડીયો જ જોવા મળે છે. એવામા જ્યા જુઓ ત્યા જુનાગઢ મા વરસાદે સર્જેલી તારાજીની જ વાતો સંભળાય છે.
Contents
Junagadh Rain Image
જુનાગઢ વાસીઓએ આજે બપોરે વિચાર્યુ પન નહિ હોય કે ઓચીંતા વરસાદથી આવડી તારાજી સર્જાશે. બપોરે માત્ર 3 કલાકમા જ જાણે વાદળ ફાટ્યુ હોય એમ 16 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તો પૂરમા ક્યાક ભેંસો તણાઇ હતી તો ક્યાક ગાડીઓ રમકડાની જેમ તણાતી હતી તો ક્યાક ટયરોનો મેળો જામ્યો હતો. ચાલો જોઇએ જુનાગધ મા વરસાદે સર્જેલી તબાહી ના દ્રશ્યો.

શહેરમા ધસમસતા પાણીના પ્રવાહમા ટાયરો તણાયા હતા. ટાયરોની જાણે રેલગાડી ચાલી નીકળી હોય એમ છેક મોતીબાગ સુધી ટાયરો તણાયા હતા.

ફોટોમા જોઇ શકાય છે કે જુનાગઢમા વરસાદની તારાજીથી ઉપરવાસ ગીરનાર માથી ભારે પાણી શહેરમા આવ્યુ હતુ અને જ્યા જુઓ ત્યા પાણી જ પાણી દેખાતુ હતુ. ગીરનાર પર્વત પર અંદાજીત 16-17 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેને લીધે ભારે પાણીનુ પૂર શહેરમા ફરી વળ્યુ હતુ.

શહેરમા પાણીના ધસમસતા પ્રવાહમા ગાડીયો રમકડાની કેમ તણાઇ હતી. અને ગાડીઓ એકબીજા પર જાણે ગોઠવી હોય એમ ચડી ગઇ હતી. ત્યારે બધાએ અનુભવ્યુ હતુ કે પાણીના ધસમસતા પ્રવાહની આગળ કોઇનુ કઇ ન ચાલે.




જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડતા શહેરમાં ભયંકર પૂર ની પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ.. શહેરની અનેક સોસાયટીઓમાં ઘરમા પાણી ઘૂસી ગયા હતા. જુનાગઢ શહેર આખુ બેટમાં ફેરવાયું છે. શહેરના કાળવા જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ જ્યા જુઓ ત્યા પાણી જ પાણી દેખાતુ હતુ.. દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર તબાહી થઇ હતી.


ગુજરાતમા વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. મેઘરાજા જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યા છે. એવામા જુનાગઢ મા આજે જાણે વાદળ ફાટયુ હોય તેવો વરસાદ પડયો છે. જુનાગઢ શહેર અને ભવનાથ તળેટીમા 3 કલાકમા 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એવામા જુનાગઢમા જળબંબાકાર વરસાદના વિડીયો સામે આવ્યા છે.
junagadh rain news live | જુનાગઢ વરસાદ
ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર મા જળબંબાકાર વરસાદ વરસાવ્યો છે. અવિરત પડી રહેલા વરસાદના પગલે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જૂનાગઢમાં 3 કલાકમાં 16 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે.
3 કલાકમાં જળબંબાકાર 16 ઈંચ વરસાદ
જૂનાગઢમાં આજે બપોરે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં એકીસાથે 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર પહોંચી છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા લાગ્યા હતા. શહેરના લગભગ દરેક વિસ્તાર પાણી-પાણી જ જોવા મળતુ હતુ. તો પૂર ને લીધે રેકડીઓ, ભેંસો તણાતી હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે.
કાળવા નદી ગાંડીતૂર બની
જૂનાગઢમાં સાંબેલાધારે માત્ર 3 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકયો હતો. ગિરનાર અને દાતાર પર વાદળ ફાટવા જેવી સ્થિતી બની છે. ગિરનારમાં ભારે વરસાદથી પાણીની આવકથી કાળવા નદી ગાંડીતૂર બની છે. ભવનાથ અને કાળવા ચોક પાસે ભયનજક ધસમસતો પૂરનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. શહેરના મોતીબાગ વિસ્તારમાં પણ જ્યા જુઓ ત્યા પાણી પાણી જોવા મળતા હતા.
જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાથી પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા છે. ભેંસ અને તેના બચ્ચા તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે તેમજ નદીના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળ્યા છે.