ગુરુ પૂર્ણિમા પર નિબંધ ગુજરાતીમાં | ગુરુ પુર્ણિમા સ્પીચ | Guru purnima Essay in Gujarati | Guru Purnima Speech in Gujarati

ગુરુ પૂર્ણિમા પર નિબંધ ગુજરાતીમાં | ગુરુ પુર્ણિમા સ્પીચ | Guru purnima Essay in Gujarati | Guru Purnima Speech in Gujarati

હિંદુઓની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મના લોકો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ વિનાનું જીવન અધૂરું છે. હિંદુ ધર્મ અનુસાર બૃહસ્પતિ દેવ તમામ દેવતાઓ અને ગ્રહોના ગુરુ ગણાય છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આપણને જ્ઞાન આપે છે.

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

ગુરુનું જ્ઞાન અને શિક્ષણ એ જીવનનો આધાર છે. તો ચાલો આજે આપણે ગુરૂ અને શિષ્યના પવિત્ર સબંઘને મજબુત કરતા તહેવાર ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ, સ્પીચ, અહેવાલ, (Guru Purnima speech in Gujarati) લેખન કરીએ.

Contents

Guru Purnima speech in Gujarati | ગુરુ પૂર્ણિમા નિબંધ

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હમેશાં શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ શિષ્યના પ્રેમને ઉજાગર કરતો દિવસ છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજના સમયમાં શાળા કોલેજોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીની શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવે છે. ગુરુનો મહિમા સમજાવતા ભજનનું ગાન કરવામાં આવતું હોય છે. ગુરુ પૂર્ણિમા અને ગુરુના માહાત્મ્ય અંગે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ પોતાના ગુરૂજનોના આશીર્વાદ લઇને જીવનમાં પ્રગતિ કરવાનો સંકલ્પ કરે છે. જીવનમાં સફળ થયેલા લોકો પોતાના જીવનમાં આવેલા શ્રેષ્ઠ ગુરુઓને યાદ કરીને ધન્યતા અનુભવે છે તેમજ ક્યાંક ભૂતપૂર્વ ગુરુજીઓના સન્માન સમારોહ પણ યોજવામાં આવે છે.

 

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥

ગુરુ શબ્દ બે શબ્દો મળીને બનેલો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર . ગુરુ એટલે જીવનના અંધકાર માંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાય એ ગુરુ. ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે. જીવનના ખરાબ માર્ગેથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે એ ગુરુ. બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક, સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક.

“ગુરુ ગોવિંદ દોનો, ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

ઉપરોક્ત દુહામાં સંત કબીરજી એ ગુરુનો મહિમા બતાવ્યો છે. ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે, એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય તો આપણને દુવિધા છે કે પહેલાં કોને પગે લાગ્યું. ત્યારે પહેલાં ગુરુને જ વંદન કરવા જોઈએ જેમણે તમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે.

પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હતા. શિષ્યો ગુરુના આશ્રમમાં વિદ્યા મેળવવા જતા હતા. જીવનનાં શરૂઆતના પચ્ચીસ વર્ષ સુધી શિષ્યો ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. આસપાસના વિસ્તારોમાંથી ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા. કોઇ લાકડાં કાપી લાવતા તો કોઇ જીવન જરૂરી વસ્તુઓ અને ફળો એકત્ર કરીને લઈ આવતા હતા.

ગુરુ પોતાના શિષ્યોને જીવન ઉપયોગી જ્ઞાન આપતા હતા. આ સમયે આશ્રમોમાં શાસ્ત્રોના અભ્યાસ સાથે સાથે શિષ્યોને ધનુર્વિદ્યા જેવું શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપવા આવતું હતું. સાથે સાથે જીવન ઉપયોગી વિવિધ કળાઓમાં શિષ્યોને નિપુણ બનાવવામાં આવતા હતા. રોજિંદા જીવનમાં ઉપયોગી કાર્યોની પણ તાલીમ આપવમા આવતી હતી.

ગુરૂ પૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરુને પોતાની શક્તિ મુજબ ગુરુદક્ષિણા આપતા હતા. જેમાં ફળો, ઔષધિઓ કે પોતાની મનગમતી વસ્તુ અપાતાં પણ ખચકાતા નહીં.પ્રાચીન સમયની ગુરુશિષ્ય પરંપરાને યાદ કરીએ એટલે અનેક શિષ્યોને નામ આપણા માનસપટ પર ઉપસી આવે. ગુરુભક્ત એકલવ્યને આપણે કઇ રીતે ભૂલી શકીએ. એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા માટે ગયો હતો, પરંતુ પોતાની જાતિના લીધે દ્રોણાચાર્યે તેને પોતાના આશ્રમમાં આવવા દીધો નહીં.

આ ઘટનાથી પણ તેની ગુરુભક્તિ ઓછી થઇ નહોતી. તેણે જંગલમાં ગુરુની પ્રતિમા બનાવીને જાતે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી અને પારંગતતા મેળવી હતી . ધનુર્વિદ્યામાં અર્જુન કરતા પણ પારંગત એકલવ્યની પ્રશંસા સાંભળી ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા હતા. તેમને ગુરુ દક્ષિણામાં એકલવ્યનો જમણા હાથનો અંગૂઠો માંગ્યો હતો. જેમણે તેને શિષ્ય તરીકે સ્વીકાર નહોતો કર્યો એવા ગુરુપ્રત્યે પણ એને અપાર આદર હતો..એકપણ ક્ષણ વિચાર કર્યા વગર તેણે પોતાના હાથનો અંગુઠો કાપીને ગુરુ દક્ષિણામાં આપી દિધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય. ગુરૂ દક્ષિણા – સામાન્ય રીતે ગુરૂ દક્ષિણાનો અર્થ ઈનામના અર્થમાં લેવામાં આવે છે. પરંતુ તેનો અર્થ વધુ વ્યાપક છે.

બાળકના પ્રથમ ગુરુ એની જન્મદાતા માતાને માનવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે, ” એક માટે સો શિક્ષકની ગરજ સારે છે.” જીવનનો શરૂઆતનો સમય તે માતા પાસે જ વિતાવે છે અને એ સમયમાં ઘણું બધું શીખી લેતો હોય છે. બાળકના ઉછેર અને સંસ્કારોના સિંચનમાં માતાનું અનેરું સ્થાન રહેલું હોય છે. બાળપણમાં આપેલા સંસ્કારોની અસર એના જીવનમાં હંમેશા રહેતી હોય છે.

કુમળા છોડને જેમ વાળવામાં આવે એમ વળી જાય છે એમ નાના બાળકને જે શીખવવામાં આવે છે તે જીવનભર ભૂલતો નથી. આ સમયે બાળકમાં સારા સંસ્કારો અને જીવનના આદર્શ માતા પાસેથી જ શીખે છે. સાચું બોલવાની આદત, બીજાનો આદર કરવો, વડીલોને વંદન કરવા, ચોરીના કરવી, અપશબ્દો ના બોલવા, પૌષ્ટિક આહાર લેવો જેવી અનેક સારી આદતો બાળપણથી જ કેળવવી એ માતાની ફરજ બને છે.

આજના સમયમાં શિક્ષણ વ્યવસ્થા બદલાઈ છે. ગુરુનું સ્થાન શિક્ષકોએ લીધું છે અને પ્રાચીન આશ્રમોનું સ્થાન આજની શાળા કોલેજોએ લીધું છે. બાળક પાંચ વર્ષનો થાય ત્યારથી શિક્ષક પાસે અભ્યાસ માટે જાય છે. શિક્ષકો દ્વારા બાળકોને અક્ષરજ્ઞાનની સાથે સાથે વિવિધ કળાઓ જેવી કે સંગીત, નાટ્યકલા, નૃત્ય, ચિત્રકામ જેવી જીવનજરૂરી કલાઓનું જ્ઞાન આપવામાં આવે છે. બાળકોને અભ્યાસની સાથે સાથે શિસ્ત અને સારી ટેવો શીખવવામાં આવે છે.

અભ્યાસના એકમોની સાથે સાથે મૂલ્યશિક્ષણના પાઠો અને જીવનના આદર્શનું સિંચન કરવામાં આવે છે. બાળકોને પ્રકૃતિ પ્રેમ અને પ્રાણીઓ પ્રત્યે કરુણાના પાઠ શીખવવામાં આવે છે. વૈશ્વિક એકતા, વિશ્વ શાંતિ અને સ્ત્રી પુરુષ એકતાના પાઠો શીખવવામાં આવે છે. બાળકને પાયાના જ્ઞાનથી લઈને વિવિધ ટેકનિકલ અને અલગ અલગ શાખાઓનું જ્ઞાન આપવામાં આવે છે. એક ડોક્ટર બીજો ડોક્ટર તૈયાર નથી કરી શકતો એક વકીલ બીજો વકીલ તૈયાર નથી કરી શકતો, એક એન્જિનિયર એક એન્જિનિયર નથી બનાવી શકતો } પણ એક શિક્ષક જ છે જે આ બધાને તૈયાર કરી છે. એટલે જ હંમેશા ગુરુ કે શિક્ષકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અને હંમેશા રહેશે.

See also  Std- 9 To 12 Unit Test Question Bank Mulyankan Babate Paripatra

ખરેખર આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ગુરુનું સ્થાન સૌથી શ્રેઠ માનવામાં આવે છે. આપણે હંમેશા ગુરુનો આદર કરવો જોઇએ. સાચી ગુરૂ દક્ષિણા એ જ છે કે તમે તમારાં ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, સમાજ ઉપયોગી કાર્યો કરો, પ્રકૃતિ અને દેશની રક્ષા કરો. માનવ માનવ પ્રત્યે તેમજ પ્રકૃતિ પ્રત્યે કરુણાની ભાવના રાખો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે.

લેખક : જગદીશ જેપુ, શિક્ષક, ધનાણા પ્રાથમિક શાળા, Instagram Id : jagdish.jepu.33

ચાલો હવે આપણે ગરૂ પૂર્ણિમા વિશે સ્પીચ જોઈઍ આ સ્પીચ તમને ગૂરૂ પૂર્ણિમાના અવસર પર વકતુત્વ આપવા માટે ખૂબ જ ઉપયોગી થશે, તમે બીજા વિધાર્થીઓ કરતાં કંઈક વિશેષ રીતે બોલી શકશો.

ગુરુ પૂર્ણિમા નિબંધ વિશે સ્પીચ (Guru Purnima speech in Gujarati)

મારા સર્વે ગુરૂઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર

ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે.

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય. બલિહારી ગુરૂ આપકી ગોવિંદદિયો બતાય

ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે. તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે. ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજ આપે છે.

આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે જે આપણા શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આજની દુનિયામાં, આપણને આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરૂની જરૂર અવશ્ય પડે છે. શિક્ષણ હોય, સંગીત હોય, કલા હોય, રમતગમત હોય, વેપાર હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, આપણને એક સારા ગુરુની જરૂર છે જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે.

આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ પણ સમજવું જોઇએ કે આપણે બધા એકબીજાના શિક્ષક છીએ. આપણા જીવનમાં જે લોકો આપણને જ્ઞાન, અનુભવ અને સંવેદનશીલતા આપે । આપણા ગુરૂ જ છે.

અંતે, હું ગુરુ પૂર્ણિમા પવિત્ર અવરસર પર તમને બધાને વિનંતી કરું છું કે ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો. આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે.

આભાર સાથે ફરી મારા સર્વે ગુરૂઓને વંદન ગુરુ પૂર્ણિમા નિબંધ


ગુરુ પૂર્ણિમા નિબંધ | Guru Purnima Essay in Gujarati PDF Download


ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ – History of Guru Purnima in Gujarati 

ગુરુ પૂર્ણિમા વેદ વ્યાસનું સન્માન કરે છે, જેઓ પ્રાચીન ભારતના સૌથી સન્માનિત ગુરુઓમાંના એક તરીકે જાણીતા છે. વરિષ્ઠ આયુર્વેદિક સલાહકાર ડૉ. વિશાખા મહિન્દ્રુ કહે છે, “વેદ વ્યાસે, ચાર વેદોની રચના કરી, મહાભારતના મહાકાવ્યની રચના કરી, ઘણા પુરાણો અને હિંદુ પવિત્ર શાસ્ત્રના વિશાળ જ્ઞાનકોશનો પાયો બનાવ્યો.  ગુરુ પૂર્ણિમા એ તારીખનું પ્રતિનિધિત્વ કરે છે કે જે દિવસે ભગવાન શિવ આદિ ગુરુ અથવા મૂળ ગુરુ તરીકે સાત ઋષિઓને શીખવતા હતા જેઓ વેદના દ્રષ્ટા હતા.  યોગ સૂત્રોમાં, પ્રણવ અથવા ઓમ તરીકે ઈશ્વરને યોગના આદિ ગુરુ કહેવામાં આવે છે.  ભગવાન બુદ્ધે આ દિવસે સારનાથ ખાતે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હોવાનું કહેવાય છે, જે આ પવિત્ર સમયની શક્તિને પ્રતિબિંબિત કરે છે.” ગુરુ પૂર્ણિમા નિબંધ

ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવે છે?

ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.  મહાભારતની રચના કરનાર મહાન હિંદુ લેખક વેદ વ્યાસ જીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે.

વિદ્યાર્થીના જીવનમાં ગુરુ મહત્વનો ભાગ ભજવે છે.  ગુરુના જ્ઞાન અને સંસ્કારના આધારે તેમનો શિષ્ય જ્ઞાની બને છે, ગુરુ મંદબુદ્ધિ શિષ્યને પણ લાયક વ્યક્તિ બનાવે છે.  ગુરુના જ્ઞાનનું કોઈ વજન નથી.

જીવનમાં ગુરુનું મહત્વ એટલું જ છે જેટલું ચંદ્રનું જીવનમાં સૂર્યના સંપર્કમાં રહે છે.  તે ચમકે છે, પરંતુ જ્યારે સંપર્ક ખોવાઈ જાય છે, ત્યારે તેનો પ્રકાશ અદૃશ્ય થઈ જાય છે.  એટલા માટે ગુરુ શબ્દનો અર્થ અંધકારથી પ્રકાશ સુધીનો છે.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ – Guru Purnima nu mahatva Gujarati ma

ગુરુ પૂર્ણિમા આપણા શિક્ષકોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે, જેઓ આપણા મનમાંથી અંધકાર દૂર કરે છે. તેઓ પ્રાચીન સમયથી તેમના અનુયાયીઓનાં જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. હિંદુ ધર્મના તમામ પવિત્ર પુસ્તકો ગુરુઓનું મહત્વ અને ગુરુ અને તેના શિષ્ય (શિષ્ય) વચ્ચેના અસાધારણ બંધનને દર્શાવે છે. એક જૂની સંસ્કૃત વાક્ય ‘માતા પિતાહ ગુરુ દૈવમ’ કહે છે કે પ્રથમ સ્થાન માતા માટે, બીજું પિતા માટે, ત્રીજું ગુરુ માટે અને આગળ ભગવાન માટે આરક્ષિત છે. આમ, હિંદુ પરંપરામાં શિક્ષકોને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે.

ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે?

  • આજે પણ ગુરુ પૂર્ણિમાના અવસર પર લોકો પોતાના ગુરુ બનાવે છે.  અને જીવનમાં કલ્યાણનો માર્ગ અપનાવો.  ગુરુને તે દિવસે તેમના કાર્ય પર ગર્વ છે.  જે દિવસે તેનો શિષ્ય મોટી ઓડ પર પહોંચે છે.  ગુરુને તેમના શિષ્યોમાંથી કોઈ સ્વાર્થ નથી, તેમનો ઉદ્દેશ્ય સર્વનું કલ્યાણ છે.
  • ગુરુ પૂર્ણિમાના દિવસે, વિદ્યાર્થીઓ તેમના ગુરુના સન્માનમાં ઘણી પ્રવૃત્તિઓ કરે છે.  શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે.  અને તેને ઘણું સન્માન અને ઉજ્જવળ જીવન આપવા બદલ આભાર.
  • આ દિવસે, શિષ્યો તેમના પ્રથમ ગુરુ એટલે કે માતાપિતા અને પરિવારને પણ આદર આપે છે.  અને તેમને પોતાનો આદર્શ માનીને ઉજ્જવળ જીવનના આશીર્વાદ માંગે છે.  અને જીવનના સાચા મૂલ્યનું જ્ઞાન લો.
  • આ દિવસે શાળાઓ, કોલેજો અને ગુરુકુલોમાં શિક્ષકો અને તેમના ગુરુઓનું સન્માન કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.  અને ગુરુઓના સન્માનમાં ગીતો, પ્રવચનો, કવિતાઓ, નૃત્ય અને નાટકો કરવામાં આવે છે.
  • આ દિવસે વેદ વ્યાસ જીનો જન્મદિવસ છે, જેના કારણે તેમના શિષ્યો તેમનું સન્માન કરે છે.  અને દરેકને તેમના વિશે પણ કહેવામાં આવે છે.  વેદ વ્યાસ જીના સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે છે.
  • આ તહેવારના ઈતિહાસ વિશે બે માન્યતાઓ છે.  હિન્દુઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ દ્વારા તેમના શિષ્યોને જ્ઞાન આપવામાં આવ્યું હતું.  જેના કારણે હિન્દુઓએ આ દિવસથી આ તહેવારની શરૂઆત કરી હતી.
  • અન્ય માન્યતા અનુસાર, તેની શરૂઆત બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે બુદ્ધે બોધ પ્રાપ્ત કર્યા પછી, તેમણે જ્ઞાન ફેલાવવાનું શરૂ કર્યું, જેમાં તેમનો પ્રથમ ઉપદેશ, જેને આપણે ધર્મચક્રપર્વત કહીએ છીએ, સારનાથમાં આપવામાં આવ્યો હતો. તે ઉપદેશને કારણે તે બૌદ્ધોએ શરૂ કર્યો હતો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહને ગ્રહોનો ગુરુ માનવામાં આવે છે.  જેના કારણે અષાઢની પૂર્ણિમાનો દિવસ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો શુભ અવસર છે.  જેના કારણે આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા નિબંધ

 

ઉપવાસ અને ભોજન સંસ્કૃતિ

ઘણા લોકો દિવસ દરમિયાન ઉપવાસ કરે છે, મીઠું, ભાત, ભારે ખોરાક જેમ કે માંસાહારી વાનગીઓ અને અનાજમાંથી બનેલા અન્ય ભોજન ખાવાનું ટાળે છે. ફક્ત દહીં અથવા ફળો ખાવાની મંજૂરી છે. તેઓ સાંજે પૂજા કર્યા પછી ઉપવાસ તોડે છે. મંદિરો પ્રસાદ અને ચારણામૃતનું વિતરણ કરે છે, જેમાં તાજા ફળો અને મધુર દહીં હોય છે. મોટાભાગના ઘરોમાં પણ ગુરુ પૂર્ણિમાના દિવસે કડક શાકાહારી આહારનું પાલન કરવામાં આવે છે, ખીચડી, પૂરી, ચોલે, હલવો અને સોન પાપડી, બરફી, લાડુ, ગુલાબ જામુન વગેરે જેવી મીઠાઈઓ ખાય છે.

ગુરુ પૂર્ણિમાની પૂજા કરવાની રીત

  • સવારે વહેલા સ્નાન કરો અને સફેદ વસ્ત્રો પહેરો.
  • ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે, તમારા ગુરુ અને તમારા માતા-પિતાનું ધ્યાન કરો જે તમારા પ્રથમ ગુરુ છે.
  • હળદર ચંદન, ફૂલ અને લોટની પંજીરી અર્પણ કરો.
  • તમારી પહોંચ મુજબ ગરીબોને મદદ કરો.  અને પ્રાણીઓને ખોરાક આપો.
  • સ્વાર્થી જીવનમાંથી બહાર નીકળો અને કોઈ નવું કાર્ય શરૂ કરો જેથી કોઈને ફાયદો થાય.
  • આ દિવસે કોઈને પોતાનો ગુરુ બનાવવો જોઈએ, જો ગુરુ પહેલાથી જ હોય ​​તો તેમની પાસેથી આશીર્વાદ લઈ ઉજ્જવળ જીવનની કામના કરો.