ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગનાં તા.૨૭/૦૬/૨૦૧૯ નાં ઠરાવ અન્વયે, રાજ્યની પ્રાથમિક શાળામાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય હોય તેમજ સમાજને ઉપયોગી બની રહે તેવા પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષક ને પ્રાત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
Contents
પ્રાથમિક શાળાના શિક્ષકોને “પ્રતિભાશાળી શિક્ષક” પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા અંગે.
ચાલુ વર્ષ-૨૦૨૧નાં પ્રથમસત્રનાં અંતે “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર“ માટે શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી, સમગ્ર રાજ્યમાંથી નામો મેળવવાના થાય પરંતુ, covid-19 વૈશ્વિક મહામારીને કારણે શાળાઓમાં નિયમિત શિક્ષણ કાર્ય ન થઇ શકવાને કારણે સદર ઠરાવનાં ખ – વિભાગની શરત નં-૨ અને ૩ માં દર્શાવ્યા મુજબની ૧૦૦ % ગુણાંકન મુજબની પસંદગી પ્રક્રિયાનું સંપૂર્ણપણે અનુસરણ થઇ શકે તેમ નથી.એવા સંજોગોમાં ચાલુ શૈક્ષણિક વર્ષનાં પ્રથમ સત્ર માટે “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” માટે શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા માટે નીચે મુજબનાં માપદંડોને ધ્યાને લઇ, મૂલ્યાંકન કરવાનું રહેશે.
પ્રમાણપત્ર આપવા માટે શિક્ષકોની પસંદગી પ્રક્રિયાના માપદંડો
- Covid-19 મહામારી દરમ્યાન જે શિક્ષકોએ Home Learning માટે વિશિષ્ટ કાર્ય કર્યુ હોય.
- આ મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ સાથે સંકલન સાધી, શેરી શિક્ષણ તથા સરકારશ્રીની સૂચના મુજબ ઓનલાઇન શિક્ષણ કાર્ય તેમજ અન્ય કાર્યો અસરકારક અને પ્રમાણિક રીતે પૂર્ણ કરેલ હોય.
- છેલ્લા પાંચ વર્ષમાં શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપેલ હોય, રાષ્ટ્રીય / આંતર રાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખેલા હોય, વાર્ષિક મૂલ્યાંકન, ઓનલાઇન શૈક્ષણિક પ્રવૃતિઓ જેવી અન્ય પ્રવૃતિઓ કરેલ હોય.
ધોરણ ૧ માં ઝડપથી નવી એન્ટ્રી કરવા માટે શોર્ટકટ ટ્રીક…
પ્રમાણપત્ર આપવા માટે શિક્ષકોની પસંદગી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ.
- પ્રત્યેક સી.આર.સી.એ ઉક્ત બાબતો ધ્યાને રાખીને ૧૦૦ % ગુણાંકન માંથી યોગ્ય રીતે ચકાસણી કરી,મળવાપાત્ર ગુણાંકન કરી, ત્રણ નામોની યાદી તૈયાર કરવાની રહેશે.
- આ યાદી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં તાલુકા પસંદગી સમિતિને મોકલી આપવાની રહેશે. તેમજ તાલુકા પસંદગી સમિતિ દ્વારા ૧૦૦ % ગુણાંકનમાંથી મળેલ ગુણાંકનને ધ્યાને લઇ તથા તમામ પાસાઓનું મૂલ્યાંકન/ચકાસણી કરી, તમામ હકીકતોને ધ્યાને રાખીને, તટસ્થપણે “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” માટે પૂર્ણત: યોગ્યતા ધરાવતાં હોય તેવાં એક શિક્ષકની પસંદગી કરવાની રહેશે.
- તાલુકા પસંદગી સમિતિએ પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી કરી, તા.૦૩/૦૮/૨૦૨૧ સુધીમાં નામોની યાદી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપવાની રહેશે.
- જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પસંદગી સમિતિ દ્વારા મોકલી આપેલ ક્લસ્ટર વાઇઝ યાદી, નિયત પત્રકમાં, શ્રુતિ ફોન્ટમાં તથા એકસેલ શીટમાં જ તા.૦૫/૦૮/૨૦૨૧ સુધીમાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી- ગાંધીનગરને ક્ચેરીનાં ઇ-મેઇલ આઇ. ડી. ptc.guj@gmail.com પર સોફ્ટ કોપીમાં તથા હાર્ડ કોપીમાં મોકલી આપવાની રહેશે.
કેટલા શિક્ષકોને ફાળવવામાં આવે છે પ્રમાણપત્ર?
“પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” માટે સમગ્ર રાજયના દરેક ક્લસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષક/મુખ્ય શિક્ષકની પસંદગી કરવાની રહેશે અને તેમને “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” એનાયત કરવાના રહેશે.
પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટેની પદ્ધતિ
- પ્રતિભાશાળી શિક્ષક માટે કોઇ ન્યુનતમ સેવા ધ્યાને લેવાની રહેશે નહી અને સેવાકાળ દરમિયાન એક જ વખત મળવાપાત્ર રહેશે.
- ૧૦૦% પૈકી ૮૦% ભારાંક માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઉપલબ્ધ ડેટામાંથી શિક્ષકની પોતાની હાજરી, તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી, એકમ – કસોટી ગુણાંકન, ગુણોત્સવ/સ્કુલ એક્રીડીટેશન(accreditation) ના મુલ્યાંકન, સત્રાંત પરીક્ષાનું પરિણામ, વાર્ષિક પરિક્ષાનું પરિણામ વગેરે આધારીત પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનુ રહેશે.
- ૨૦% ભારાંક માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કાર્યો, અન્ય કોઇપણ રીતે આપેલ સામાજિક તથા શૈક્ષણિક ફાળો તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કરેલ વિશીષ્ટ કાર્યો જેવા કે રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખવા, વાર્ષિક મૂલ્યાંકન,શિક્ષક ઉત્સાહભેર શાળાકીય પ્રવૃત્તિમાં ભાગ લેતો હોય તથા શિક્ષક નિયમિત તાલીમ મેળવતો હોય વગેરે આધારીત પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનુ રહેશે.
- ઉક્ત ગુણાંકનની એકદંર બાબતો ધ્યાને રાખીને પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટે ત્રણ નામોની યાદી સી.આર.સી તૈયાર કરીને તાલુકા સમિતિ સમક્ષ મુકશે અને તમામ હકીકતોને ધ્યાને રાખીને તાલુકા સમિતિ તટસ્થપણે એક નામ પસંદ કરશે.
- તાલુકા સમિતિએ પસંદ કરેલ નામ જીલ્લા લેવલે એકત્રીત કરી નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીને સુપ્રત કરવામાં આવશે. અને નામોની જાહેરાત નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણના સ્તરેથી થશે.
- પહેલા અને બીજા સત્રો પુર્ણ થયા પછી એક મહિનામાં આ પ્રક્રિયા અનુસરી વર્ષમાં બે વખત શિક્ષકોની પસંદગી કરવાની રહેશે.
સમયગાળો
આવા શિક્ષક/મુખ્ય શિક્ષકની પહેલા સત્રના અંતે અને બીજા સત્રના અંતે પસંદગી કરી, તેઓને બન્ને સત્રના અંતે સત્રદીઠ “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” એનાયત કરવાના રહેશે.
પસંદગી સમિતી
“પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર“ ની પસંદગી કરવા માટે નીચે મુજબ પસંદગી સમિતિની રચના કરવાની રહેશે.
ક્રમ | હોદ્દો | પસંદગી સમિતિમાં હોદ્દો |
1 | તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી | કન્વીનર |
2 | બ્લોક રિસોર્સ કો-ઓર્ડીનેટર (BRC) | સભ્ય |
3 | સબંધિત પે સેન્ટરના ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડીનેટર (CRC) | સભ્ય સચિવ |