ધોરણ 1 થી 4 માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે

નિપુણ ભારત શૈક્ષણિક સર્વેક્ષણ Baseline Survey 2023-24)
ધોરણ 1 થી 4 DATA ENTRY
=============================

શૈક્ષણિક વર્ષ 2023-24* દરમ્યાન *ધોરણ 1 થી 4 માં BASELINE SUERVAY 2023-24* હાથ ધરવા અંગેનો વિગતવાર પરિપત્ર રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે. જેની *DATA ENTRY તા. 16-07-2023 થી XAMTA App પર શરુ કરવામાં આવેલ છે. જેની લિંક આ સાથે સામેલ છે BASELINE SUERVAY ની XAMTA App પર DATA ENTRY કરવા અંગેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. જે શાળા કક્ષાએ મળી રહે તે સુનિશ્ચિત કરશો. તેમજ શાળાઓમાં સત્વરે DATA ENTRY શરુ થાય અને પરિપત્રિત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે જરૂરી સુચના આપી ફોલોઅપ કરશો.

Follow on Facebook
Join Now
Follow on Instagram
Join Now

XAMTA APP LINK: https://bit.ly/xamta

BASELINE SUERVAY 2023-24* માટેની *DATA ENTRY*કરવા સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો *વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615 10:30 am થી 6:00 pm દરમ્યાન કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.

XAMTA APP Tutorial PDF: Download

બેઝલાઇન માર્ક પત્રક 1 થી 4 Excel File : Download


BASELINE SUERVAY 2023-24
ધોરણ 1 થી 4

શૈક્ષણિક વર્ષ 2023-24* દરમ્યાન *ધોરણ 1 થી 4 માં BASELINE SUERVAY 2023-24* હાથ ધરવામાં આવેલ છે. જેનો વિગતવાર પરિપત્ર રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે. તેમજ આ *સર્વે માટેના પ્રશ્નપત્ર (ઉપકરણ) પણ મોકલી આપેલ છે. BASELINE SUERVAY માટે પ્રશ્નપત્ર (ઉપકરણ)નો ઉપયોગ કરીને કેવી રીતે કરવું તે અંગેની વિડીઓ માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. આપેલ લિંક પર ક્લિક કરી વિડીઓ માર્ગદર્શિકા મેળવી શકો છો. જેનો વિગતવાર અભ્યાસ કરીને શાળા કક્ષાએ BASELINE SUERVAY સુચારુ રીતે અમલીકૃત થાય અને રાજ્ય કક્ષાએથી નિયત થયેલ આયોજન મુજબ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.

VIDEO LINK:
ધોરણ-૧ : https://youtu.be/bCR0V0Ctfv4
ધોરણ-૨ : https://youtu.be/QML6NXrK_yE
ધોરણ-૩ : https://youtu.be/HyKs3dLKFe4
ધોરણ-૪ : https://youtu.be/JiK-Ucf9zHo


 

ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબત : Click here


મોડલ પેપર

Std 1 Sarve Test 2023 :: Click here

Std 4 Sarve Test 2023 :: Click here

EC std 1 Sarve Test 2023 :: Click here

Std 2 EC Sarve Test 2023 :: Click here

Std 2 Sarve Test 2023 :: Click here

Std 3 Sarve Test 2023 :: Click here

EC std 3 Sarve Test 2023 :: Click here

 


ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે

સંદર્ભ:- 1. જીસીઇઆરટી, ગાંધીનગરની સિંગલ ફાઇલ 12/2022 તા. 11/05/2022

પર માન. શિક્ષણમંત્રીની મળેલ પરવાનગી સંદર્ભે

2. તા.06/07/2023ની શાખા નોંધ પર મળેલ મંજૂરી અન્વયે

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પાયારૂપ વાચન-લેખન-ગણન કૌશલ્યોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન અમલીકૃત છે, જે અંતર્ગત પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ અને ધોરણ 1 થી 3 નાં ત્રણ વર્ષ દરમિયાન બાળકોમાં પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યો કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પાંચમી જુલાઈ, 2021ના રોજ સદર મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન વર્ષ 2026-27 સુધી NEP-2020 અનુસંધાને અમલી રહનાર છે.

ભારત સરકાર દ્વારા આ મિશનનું નિયમિત રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. ગત વર્ષે બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકનની કામગીરી આપણા રાજ્યમાં હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રકારનું મૂલ્યાંકન ચાલુ વર્ષે કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. આથી ચાલુ વર્ષે પણ આવો શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવનાર છે.

See also  Gujarat STD 3 Online Home Learning Video

જે સંદર્ભે વર્ષ 2023-24માં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની નિપુણ ભારતની માર્ગદર્શિકામાં સમાવિષ્ટ વિકાસાત્મક ધ્યેય- 1- EC- બાળક અસરકારક પ્રત્યાયનકાર બને (ભાષા) તેમજ વિકાસાત્મક ધ્યેય- 3- IL-‘બાળકો જાતે શીખે અને પોતાના નજીકના પર્યાવરણ સાથે જોડાય’ (ગણિત) અંતર્ગત શૈક્ષણિક સ્થિતિ સિદ્ધિના મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે. જે માટે નીચે મુજબની બાબતોને ધ્યાને લેવાની રહેશે.

આ સર્વે જુલાઇ, વર્ષ 2023-24માં હાથ ધરવાનો રહેશે. જેમાં રાજ્યની તમામ આઠ માધ્યમની (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને તમિલ, તેલુગુ અને ઉડિયા) અને તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) શાળાઓમાં હાથ ધરવાનો રહેશે.

સદર સર્વેક્ષણ ધોરણ 1 થી 4 માં હાથ ધરવાનું રહેશે. ધોરણ 1 માં દાખલ થનાર બાળકો માટે બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ 2 માં ધોરણ 1 ની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ ૩ ધોરણ 2ની અધ્યયન નિષ્પત્તિઓ અને ધોરણ 4 માં ધોરણ ૩ની અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ મૂલ્યાંકન ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે.

● ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ થનાર હોઈ, મૂલ્યાંકન અંતર્ગત મળતી માહિતીની ડેટા એન્ટ્રી ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ દ્વારા તૈયાર કરેલ અપ્લીકેશન મારફતે કરાવવાની રહેશે. જેની સૂચના ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ દ્વારા આપવામાં આવશે.

● જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ઉપકરણ રાજ્યના તમામ ડાયેટ દ્વારા તેમના જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા શિક્ષણાધિકારી/શાસનાધિકારી મારફતે શાળાઓ સુધી સોફ્ટ કોપી- ઇમેઇલમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે. જિલ્લાના પ્રાથમિક

ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા. 12-13 જુલાઇ,2022ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ, તેમજ સી.આર.સી.કૉ.ને આ બેઝલાઇન સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે.

● તા. 14 જુલાઇ, 2023 ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવું.

• જે વર્ગમાં 5 બાળકો હોય તેના વિષયશિક્ષકે એક દિવસમાં આ સર્વે પૂર્ણ કરી બીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

જે વર્ગમાં 10 બાળકો હોય તેના વિષયશિક્ષકે બે દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ત્રીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

• જે વર્ગમાં 15 બાળકો હોય તેના વિષયશિક્ષકે ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ચોથા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

• જે વર્ગમાં 15થી વધુ બાળકો હોય તેના વિષયશિક્ષકે રોજના સરેરાશ 5 બાળકોની ડેટા એન્ટ્રી મુજબ દિન-10માં આ ડેટા એન્ટ્રી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

આ સર્વે તા. 15 જુલાઇ, 2023થી તા. 25 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે તેમજ આ સર્વેની ડેટા એન્ટ્રી તા. 30 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

 

ડેટા એન્ટ્રી કરવા માટેની પ્રક્રિયાની સૂચના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે. • સ્થાનિક ●

 

પરિસ્થિતિ ધ્યાને લઈને આ સર્વે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. આ સર્વેમાં નબળી શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ધરાવનાર બાળકોને સમયદાન આપી યોગ્ય શૈક્ષણિક ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે. ઉપચારાત્મક કાર્ય બાદ આ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ચકાસવા માટે ટૂંક સમયમાં અન્ય શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવશે.